મહેસાણાની આંગણવાડીઓમાં આપવામાં આવતો આહાર પૌષ્ટિક હોવાના સરકારી દાવાની ખોરાક અને ઔષધ નિયંત્રણ વિભાગે પોલી ખોલી છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવતો આહાર ધારાધોરણ કરતાં હલકી ગુણવત્તાનો હોવાનું ફૂડ વિભાગે પર્દાફાશ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે 13 થી 14 ટકા કુપોષણનું પ્રમાણ જોવા મળ્યું છે. તેમ છતાં સરકારનો ICDS વિભાગ હજુ ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી કરવાની રાહ જોઈ રહ્યો તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
source
